Archive

Archive for the ‘હું નથી જાણતો’ Category

જાગ રે માલણ જાગ – હું નથી જાણતો

February 24, 2012 Leave a comment

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ…

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો,
ચાર જુગોનાં જેવડો થાશે, એક રે દિવસ મારો…

છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ,
દલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ…

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું,
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ…

આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ,
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ…

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ…

– હું નથી જાણતો

કેમ છો? – હું નથી જાણતો

January 22, 2012 Leave a comment

કેટલાં વરસે મળી ગ્યાં કેમ છો?
સાવ બસ ભૂલી ગ્યા’તા, કેમ છો…

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે,
એમણે પૂછ્યું’તું હસતાં કેમ છો…

શહેર છે ઓ દોસ્ત આ’તો શહેર છે,
કોઇ નહીં પૂછે અહીંયાં, કેમ છો…

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, કેમ છો…

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં કેમ છો…

– હું નથી જાણતો

કિસ્મત હોવી જોઇએ

December 16, 2011 Leave a comment

કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત હોવી જોઇએ…

જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર હોવી જોઇએ…

બાકી પ્રેમ તો કરે ઘણાં, બસ એ પ્રેમ તુટે ના એવી લકીર હોવી જોઇએ…

– હું નથી જાણતો

હે કૃષ્ણ – અજ્ઞાત

May 29, 2011 Leave a comment

હે કૃષ્ણ, હવે દુનિયામાં એક વાર આવી તો જો…

ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી,
આ રસ્તાની ગાયો હઠાવી તો જો…

ચૌદમે વર્ષે તે મામા કંસને માર્યો,
બિન લાદેનને આંગળી અડાડી તો જો…

ચીર પુરયા તે દ્રૌપદીનાં,
મલ્લિકાને દુપટ્ટો પહેરાવી તો જો…

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી,
કોલેજની એક છોકરી પટાવી તો જો…

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો,
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો…

હે કૃષ્ણ, હવે દુનિયામાં એક વાર આવી તો જો…

– હું નથી જાણતો

મુક્તક – અજ્ઞાત

April 26, 2011 Leave a comment

કશું ન હોય ત્યારે ‘અભાવ’ નડે છે,

થોડું હોય ત્યારે ‘ભાવ’ નડે છે,

જીવનનું એક કડ્વુ સત્ય છે મિત્રો !

બધુ જ હોય ત્યારે ‘સ્વભાવ’ નડે છે…

– હું નથી જાણતો.

મુક્તક – અજ્ઞાત

April 22, 2011 Leave a comment

જેના માટે હજાર દુ:ખ સહેવાય તે પ્રેમ છે,

જેના વગર એક પળ ના રહેવાય તે પ્રેમ છે,

હોય ચાહત ઘણી તેને પામવાની,

પણ સામે આવે ત્યારે કહી ના શકાય તે પ્રેમ છે..

– હું નથી જાણતો

મુક્તક – અજ્ઞાત

April 13, 2011 Leave a comment

સમય પણ કેવી અજીબ પરિક્ષા કરે છે ?

એક ને દર્દ આપી બીજા ની રક્ષા કરે છે !

હજી હ્રદયની જીદ તો જુઓ,

જીંદગીમાં નથી મળવાનું, તેની જ પ્રતીક્ષા કરે છે !

– હું નથી જાણતો

અજ્ઞાત લખવું યોગ્ય ન લાગ્યું, કારણકે મારા ન જાણવાથી કોઈ અજ્ઞાત થઈ જતું નથી.