Archive

Archive for the ‘સંત પુનિત’ Category

મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત

February 18, 2012 Leave a comment

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ…

પથ્થર પૂજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ…

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ…

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌં પુરા કર્યા,
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ…

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ…

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ…

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ…

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ…

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ,
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ…

– સંત પુનિત