Archive

Archive for the ‘રજની પાલનપુરી’ Category

મુબારક તમોને – રજની પાલનપુરી

August 23, 2013 Leave a comment

મુબારક તમોને આ ઊછીનો વૈભવ,
મુબારક તમોને આ મિથ્યા ખુશાલી…

ખપે ના મને કાંઇ પણ એવું મિત્રો,
કે આગવી છે મારી જાહોજલાલી…

આ જખ્મોનાં રત્નો, આ આંસુઓનાં મોતી,
તમારાં પ્રતાપે ઘણુંય મળ્યું છે…

તમારી દુઆથી જીવનમાં કદાપી,
નહીં થાય મારો આ ભંડાર ખાલી…

– રજની પાલનપુરી

રહેવા દો હવે રોજની તકરારની વાતો – ‘રજની’ પાલનપુરી

February 4, 2012 Leave a comment

રહેવા દો હવે રોજની તકરારની વાતો,
બેસીને કરો કોઈ ‘દી તો પ્યારની વાતો…

બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,
રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો..

ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,
સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો…

આપ્યું ‘તું તને તેજ ગણી સ્થાન નયનમાં,
પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો…

‘રજની’ એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો…

– ‘રજની’ પાલનપુરી