Archive

Archive for the ‘મુક્તક’ Category

મુક્તક – શેખાદમ આબુવાલા

January 21, 2012 Leave a comment

મહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,

મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાંયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા…

– શેખાદમ આબુવાલા

માંકડ મારવાની દવા પીને લાંબો થઈ જાય એને નીલકંઠ ના કહેવાય… 🙂

– શાહબુદ્દીન રાઠોડ

કિસ્મત હોવી જોઇએ

December 16, 2011 Leave a comment

કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત હોવી જોઇએ…

જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર હોવી જોઇએ…

બાકી પ્રેમ તો કરે ઘણાં, બસ એ પ્રેમ તુટે ના એવી લકીર હોવી જોઇએ…

– હું નથી જાણતો

મુક્તક – કૈલાસ પંડિત

August 16, 2011 Leave a comment

દર્દને ગાયા વિના રોયા કરો,
જીંદગી માણ્યા વિના ખોયા કરો…

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો…

– કૈલાસ પંડિત

મુક્તક – ‘શુન્ય’ પાલનપુરી

August 13, 2011 Leave a comment

મોતની તાકાત શી મારી શકે ?
જીંદગી તારો ઇશારો જોઇએ…

જેટલે ઊંચે જવું હો માનવી,
તેટલા ઉન્નત વિચારો જોઇએ…

– ‘શુન્ય’ પાલનપુરી

મુક્તક – ભગવતીકુમાર શર્મા

August 3, 2011 Leave a comment

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી,
વિહ્ વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી…

સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય પણ,
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી…

– ભગવતીકુમાર શર્મા

મુક્તક – કૈલાસ પંડિત

July 17, 2011 Leave a comment

ચાંદનીની રાહ એ જોતું નથી,
આંગણું એકાંતને રોતું નથી…

રાત પાસે આગિયા પણ હોય છે,
એકલું અંધારું કાંઈ હોતું નથી…

– કૈલાસ પંડિત

મુક્તક – ‘મરીઝ’

July 14, 2011 Leave a comment

એક નેમ છે અને એને વિસરવાનું નહીં,
બીજી ભણી માથાને વિહાવાનું નહીં…

મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડુબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં…

– ‘મરીઝ’