Archive

Archive for the ‘મુકેશ’ Category

મારા ભોળા દિલનો – રમેશ ગુપ્તા

May 5, 2011 Leave a comment

ગીત : રમેશ ગુપ્તા



સ્વર : આશિત દેસાઈ



સ્વર : મનહર ઉધાસ



સ્વર : મુકેશ



મારા ભોળા દિલનો…
મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…
બિમાર કરીને… મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી જો/દો,
કંઇ ભૂલ હો મારી તો એને માફ કરી દો…
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…
બિમાર કરીને… મારા ભોળા દિલનો…

એક બોલ પર એના મેં મારી જીંદગી વારી,
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી…
આ જોઇનેને રોઇને દિલ મારું કહે છે,
શું પામ્યું/(તુફાનો કહો?) જીંદગી ભર આહ ભરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે…
સંસારના વહેવારનો વેપાર બાકી છે,
બંને દિલોના મળવા, હજુ તાર બાકી છે…
અભિમાનમાં ફુલાઇ ગયાં જોયું ના ફરીને…

ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…
બિમાર કરીને… મારા ભોળા દિલનો…

પંખીડાને આ પીંજરું – અવિનાશ વ્યાસ – મુકેશ

April 26, 2011 Leave a comment

sઅગાઉ આ ગીત આશા ભોંસલેનાં અવાજમાં પોસ્ટ કરેલું –
પંખીડાને આ પીંજરું – ધરતીનાં અમી – અવિનાશ વ્યાસ

આજે સાંભળીયે મુકેશનાં અવાજમાં… ( અમુક કડીઓ ગુપચાયી છે મુકેશજીએ, 🙂 )

શબ્દો – અવિનાશ વ્યાસ
સ્વર – મુકેશ



પંખીડાને આ પીંજરું ઝુંનું ઝુંનું – ઝુંનું ઝુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો,
અણધાર્યો કર્યો મનોરથ દૂરનાં પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

માન બાન ઓ પંખીડા, આ નથી પ્રીતની રીત,
આમ જો કરવું હતું તો? શાને કીધી પ્રીત…

એવું શું ઓછું આવ્યું, સથવારો ત્યાગે…
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો, મોંઘો અણમોલો…

પાગલ ના બનીએ ભેરુ, કોઇના રંગ રાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીવાણી આચરે, આખર જવું એક દાડે,
આ નથી નીજનું ખોળિયું, આ તો મકાન રાખવું ભાડે

પોઢવાને કાજે પાગલ, સારી રાત જાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું ઝુંનું ઝુંનું – ઝુંનું ઝુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું…

ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા

April 26, 2011 Leave a comment

ગીત – રમેશ ગુપ્તા
સ્વર – મુકેશ

ઓ નીલ ગગનનાં પંખેરું, તુ કાં નવ પાછો આવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ…

સાથે રમતા સાથે ફરતાં, સાથે નાવલડીમાં તરતાં,
એક દરિયાનું મોજું આવ્યું, વાર ન લાગી આવી તુજને સરતાં…

આજ લગી તારી વાટ જોઉં છું, તારો કોઈ સંદેશો ના આવે… ઓ, તારો…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ…

તારા વિના ઓ જીવનસાથી, જીવન સૂનું સૂનું ભાસે,
પાંખો પામી ઊડી ગયો તું, જઈ બેઠો ઊંચે આકાશે…

કેમ કરી હું આવુ તારી પાસે, મને કોઈ નવ માર્ગ બતાવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરું…

મોરલા સમ વાટલડી જોઉં, ઓ રે મેહુલા તારી,
વિનવું વારંવાર તુને, તુ સાંભળી લે વિનતી મારી…

તારી પાસે છે સાધન સૌએ, તુ કાં નવ મને બોલાવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરું…

ઓ નીલ ગગનનાં પંખેરું, તુ કાં નવ પાછો આવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ…

નજરના જામ છલકાવીને – બરકત વિરાણી ‘બેફામ’ – મુકેશ

April 21, 2011 Leave a comment

ફોટો વેબ પરથી સાભાર….

શબ્દો – બરકત વિરાણી ‘બેફામ’
સ્વર – મુકેશ
ચિત્રપટ – અખંડ સૌભાગ્યવતી

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે … (૨)
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે …

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો.. (૨)
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો,

જરા ઉભા રહો, જરા ઉભા રહો,
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે …

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો.. (૨)
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો,

મને માફ કરો, મને માફ કરો,
પ્રણયના ફુલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે,
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે …

થઇને પુનમની રાત તમે આવ્યા હતા.. (૨)
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા,

તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે,
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે,

જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે…

શબ્દોઃ (ગુજરાતી કવિતાઓની હાર-માળા)

આ ગીત મનહર ઉધાસના કંઠે પણ ગવાયેલું છે, એ પછી ક્યારેક….