Archive

Archive for the ‘મહેક ટંકારવી’ Category

બે ઘડી રડી લઈશું – મહેક ટંકારવી

August 19, 2012 Leave a comment

આ ઝીંદગી ની ચાર ઘડી એ રીતે જીવી લઈશું,
બે ઘડી હસી લઈશું, બે ઘડી રડી લઈશું…

બે દિવસ તમન્નામાં, બાકી બે પ્રતિક્ષામાં,
બાદશાહ ઝફર માફક આહ પણ ભરી લઈશું…

આ નફરતની નગરી માં પ્રેમ ગીત ગાવું છે,
ભરબજારે મજનું થઇ તું હી તું કરી લઈશું…

બોજ વાસ્તવિકતાનો થઇ જશે અસહ્ય જયારે,
આંખ બે ઘડી મીચી સ્વપ્નમાં સરી લઈશું…

હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે,
નામ આપનું લઇ ને સાગરો તરી લઈશું…

નામ – ઠામ ના પૂછો ઓરખી તમેં લેશો,
મેહફીલ ‘મહેક’ થઇને જયારે મધમધી લઈશું…

– મહેક ટંકારવી

જીવી લઈશું – મહેક ટંકારવી

February 13, 2012 Leave a comment

આ ઝીંદગીની ચાર ઘડી એ રીતે જીવી લઈશું,
બે ઘડી હસી લઈશું, બે ઘડી રડી લઈશું…

બે દિવસ તમન્નામાં, બાકી બે પ્રતીક્ષામાં,
બાદશાહ ઝફર માફક આહ પણ ભરી લઈશું…

આ નફરતોની નગરીમાં પ્રેમ ગીત ગાવું છે,
ભરબજારે મજનૂ થઈ તૂ હિ તૂ કરી લઈશું…

બોજ વાસ્તવિકતાનો થઈ જશે અસહ્ય જ્યારે,
આંખ બે ઘડી મીંચી સ્વપ્નમાં સરી લઈશું…

હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે,
નામ આપનું લઈને સાગરો તરી લઈશું…

નામ, ઠામ ના પૂછો, ઓળખી તમે લેશો,
મહેફિલે ‘મહેક’ થઈને જ્યારે મઘમઘી લઈશું…

– મહેક ટંકારવી