Archive

Archive for the ‘મનોજ ખંડેરીયા’ Category

જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

August 14, 2014 Leave a comment

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…

લાલાશ આખા ઘરની – મનોજ ખંડેરીયા

March 26, 2014 Leave a comment

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ,
ગુલમ્હોર મારી લાગણીનો પથારી જઈશ…

ઉડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેંક પતંગિયાને હું ખરી જઈશ…

આખુયે વન મહેંકતું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ…

હું તો છું પીંછુ કાળના પંખીની પાંખનું,
સ્પર્શું છું આજ આભને કાલે ખરી જઈશ…

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ…

– મનોજ ખંડેરીયા

આસપાસ – મનોજ ખંડેરીયા

February 10, 2013 Leave a comment

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…

– મનોજ ખંડેરીયા

અટુલા પડી ગયા – મનોજ ખંડેરીયા

January 21, 2013 Leave a comment

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા,
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા…

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ,
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા…

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું,
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા…

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી,
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા…

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા,
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા…

– મનોજ ખંડેરીયા

પૂછ એને કે જે શતાયુ છે – મનોજ ખંડેરીયા

November 30, 2012 Leave a comment

પૂછ એને કે જે શતાયુ છે,
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે…

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે…

આંખમાં કીકી જેમ સાચવ તું,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે…

આપનો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે…

તારે કાજે ગઝલ મનોરંજન,
ને મારે માટે તો પ્રાણવાયુ છે…

– મનોજ ખંડેરીયા

આસપાસ – મનોજ ખંડેરીયા

July 27, 2012 Leave a comment

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…

નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…

– મનોજ ખંડેરીયા

ભીનો છું નહીં સળગું – મનોજ ખંડેરીયા

February 25, 2012 Leave a comment

ખૂબ અંદર ભીનો છું, નહીં સળગું,
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો…

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો…

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો…

– મનોજ ખંડેરીયા