Archive

Archive for the ‘ભજન’ Category

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે – ગંગા સતી

June 17, 2011 Leave a comment

મેરુ તો ડગે પણ જેનાં, મન નવ ડગે,
ભલે ને ભાંગી પડે ભરમાંડ રે…

વિપત પડે પણ વણસે નહીં,
સોહી હરિજનનાં પરમાણ રે…

ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે…

દાન દેવે પણ રહેવે અજાચી ને,
રાખે વચનમાં વિશવાસ રે…

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને,
આઠે પહોર રહેવે આનંદજી…

નિત્ય રહે સતસંગમાં ને,
તોડી દીધા માયા કેરા ફંદ રે…

સંગત કરો તો તમે એવાની કરજો ને,
ભજનમાં રહેજો ભરપૂર રે…

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે…

મેરુ તો ડગે પણ જેનાં, મન નવ ડગે,
ભલે ને ભાંગી પડે ભરમાંડ રે…

– ગંગા સતી