Archive

Archive for the ‘બેદાર લાજપુરી’ Category

શબ્દના એવા ગુના પણ હોય છે – બેદાર લાજપુરી

November 4, 2012 Leave a comment

શબ્દના એવા ગુના પણ હોય છે,
મૌન રહેવામાં ડહાપણ હોય છે…

વહેંચવાનો થાય જ્યારે વારસો,
વારસોના દૂર સગપણ હોય છે…

હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં,
માર ખાતી એ ભિખારણ હોય છે…

હોય છે માઠી દશામાં દૂર સૌ,
લાગણીને કેવી સમઝણ હોય છે…

હોય છે બેદાર ક્યારે એકલા,
‘આપણી અંદર ઘણા જણ હોય છે’

– બેદાર લાજપુરી