Archive

Archive for the ‘બાલુભાઈ પટેલ’ Category

લ્યો ધરતી ઉપર ઊતર્યુ – બાલુભાઈ પટેલ

December 12, 2012 Leave a comment

લ્યો ધરતી ઉપર ઊતર્યુ આકાશ આજકાલ,
જીવતરમાં ઝરમરી રહી ભીનાશ આજકાલ…

જાગ્યાં સ્મરણના બીજ વળી દિલના ભળ્યાં હેત,
સળવળતો થયો શ્વાસનો અવકાશે આજકાલ…

ઇચ્છા મુજબના સ્વપ્ન મળે, ના મળે છતાં,
મળતો રહે અણસારનો અજવાસ આજકાલ…

અશ્રુ વહી રહ્યાં છે સતત એક ધાર થઇ,
દિલમાં તમેને નયનમાં ખારાશ આજકાલ…

– બાલુભાઈ પટેલ

રાખીયે સંબંધ કંઈ સગપણ વિના – બાલુભાઈ પટેલ

January 20, 2012 Leave a comment

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના…

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના…

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના…

આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના…

– બાલુભાઈ પટેલ