Archive

Archive for the ‘પિયુષ આશાપુરી’ Category

અંજામ દઈએ – પિયુષ આશાપુરી

December 13, 2012 Leave a comment

એક અધુરી કથાને આપણે અંજામ દઈએ,
સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ…

ચાલ પથ્થરની ઠોકર એટલે એક ઘાત ટળી,
પણ આ ફુલોની ઠોકરને શું નામ દઈએ…

સમય આવે તો એ ખપ જરુર લાગશે,
લટકતી તો લટકતી સૌને સલામ દઈએ…

આંગળી સૌ કોઈની તારી તરફ ઉઠશે,
અમારી કલ્પનાને પણ જો અમે નીલું નામ દઈએ…

નામથી વિપરીત વધારે ગુણ મળ્યા માણસમાં,
શું ખોટું છે જો ‘નારાજ’ ઉપનામ દઈએ…

– પિયુષ આશાપુરી