Archive

Archive for the ‘નિલેશ રાણા’ Category

આજ ભીંજાવું શું છે જાણ્યું – નિલેશ રાણા

June 18, 2011 Leave a comment

આજ ભીંજાવું શું છે જાણ્યું, વર્ષા એ કરી કમાલ,
મારે આંગણ સાગર વરસે, લઇ નદીઓનું વ્હાલ…

સોળ વરસની વર્ષા નાચે, બાંધી મસ્ત પવનના ઝાંઝર,
ઉમંગોની લચકાતી કમર પર, પીડાની છલક છે ગાગર…

વાત ચઢી વંટોળે, હું થઇ ગઇ માલા માલ,
જડ્યું અચાનક ગોપિત ઝરણું, વર્ષા એ કરી કમાલ…

આભ અરીસે મીટ જો માંડી, કાયા થઇ ગઇ કંકુવરણી,
ફોરાં અડે મહેકે સંદેશા, ગોકુળ બનતી મનની ધરણી…

ભીતર કનડે ભીના રાગો, સાતે સૂરો કરે ધમાલ,
ગમ્યું અચાનક ખુદને મળવું, વર્ષા એ કરી કમાલ…

– નિલેષ રાણા