Archive

Archive for the ‘ચંદ્રકાંત ‘સુમન’’ Category

કાં પધારી એ રહ્યાં છે, મેં પુકાર્યાં તો નથી – ચંદ્રકાંત સુમન

July 21, 2012 Leave a comment

કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યાં તો નથી,
ખુદબખુદ માની ગયાં છે, મેં મનાવ્યાં તો નથી…

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા,
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી…

દ્રાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી…

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણય-પત્રો જલાવ્યા તો નથી…

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગર માંહે વસાવ્યા તો નથી…

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર, તમે સપનામાં રડાવ્યા તો નથી…

કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે,
આંખ, બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી…

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી…

– ચંદ્રકાંત સુમન

કાં પધારી એ રહ્યાં છે – ચંદ્રકાંત ‘સુમન’

May 1, 2011 Leave a comment

કાં પધારી એ રહ્યાં છે ? મેં પોકાર્યાં તો નથી,
ખુદબખુદ માની ગયા છે, મેં મનાવ્યાં તો નથી

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા ?
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી ?

દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી ?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે ,
એમણે મારાં પ્રણયપત્રો જલાવ્યા તો નથી ?

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી ,
એમણે અમને જીગર માંહે વસાવ્યા તો નથી ?

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર ,
અમને દિલબર! તમે સપનામાં રડાવ્યા તો નથી ?

કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જળે ?
આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી ?

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા ,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી ?

– ચંદ્રકાંત ‘સુમન’

આજના સમય પ્રમાણે થોડો ફેરફાર કરવો પડે : “એમણે મારાં એસ. એમ. એસ./ઈ-મેઈલ હજી ડીલીટ કર્યાં તો નથી”.