Archive

Archive for the ‘કુતુબ આઝાદ’ Category

ઢળી જાય છે સમય – કુતુબ આઝાદ

August 25, 2013 Leave a comment

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

રહેશો ના કોઇ પણ આ, સમયના ગુમાનમા,
સરતો હવાની જેમ સરી જાય છે સમય…

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય…

‘આઝાદ’ વણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે એમને સમજાય છે સમય…

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય…

– કુતુબ આઝાદ

ન જોઈએ – કુતુબ આઝાદ

March 2, 2013 Leave a comment

હકથી વધારે લેશ, અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ…

મઝધારમાં થયું તે થયું, વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ…

હૈયામાં એનો પડઘો પડે, તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ…

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ…

‘આઝાદ’ જીંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જીંદગી પરાયે સહારે ન જોઈએ…

– કુતુબ આઝાદ

સમય – કુતુબ આઝાદ

August 2, 2011 Leave a comment

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદ્ ભાગી કો’કને જ ફળી જાય છે સમય…

રહેશો ના કોઇ પણ આ સમયના ગુમાનમાં,
સરતો હવાની જેમ સરી જાય છે સમય…

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય…

‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે તેમને સમજાય છે સમય…

– કુતુબ આઝાદ