Archive

Archive for the ‘કિરીટ ગોસ્વામી’ Category

પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે – કિરીટ ગોસ્વામી

December 8, 2011 Leave a comment

ફકત દિલની સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે…

આંખને ઓળખાણ છે કાફી,
લાગણી ક્યાં ખરાઈ માંગે છે…

જોઈએ સુખ બધાંને પોતીકાં,
કોણ પીડા પરાઈ માંગે છે…

એક ઝાંખી જ એમની ઝંખે,
દિલ બીજું ન કાંઈ માંગે છે..

– કિરીટ ગોસ્વામી