Archive

Archive for the ‘કરસનદાસ લુહાર’ Category

વરસાદ વાંચું છું – કરસનદાસ લુહાર

January 25, 2013 Leave a comment

ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું…

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું,
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું…

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું,
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું…

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી,
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું…

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં,
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું…

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં,
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું…

– કરસનદાસ લુહાર

તારા શહેરનો વરસાદ – કરસનદાસ લુહાર

November 23, 2011 Leave a comment

ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું,
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું…

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું,
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું…

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું,
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું…

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી,
સૂની શેરી હું વાંચું છું, ને વરસો બાદ વાંચું છું…

છે મારા ગામનું આકાશ કોરુંકટ આંખોમાં,
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું…

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું…

– કરસનદાસ લુહાર

મુક્તક – કરસનદાસ લુહાર

April 15, 2011 Leave a comment

મારાં સ્મરણ પ્રદેશની લિલાશ છો તમે,

ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે…

માળાની ઝંખના નથી મારા વિહંગને,

મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે…

– કરસનદાસ લુહાર