Archive

Archive for the ‘આશા ભોંસલે’ Category

પંખીડાને આ પીંજરું – અવિનાશ વ્યાસ – મુકેશ

April 26, 2011 Leave a comment

sઅગાઉ આ ગીત આશા ભોંસલેનાં અવાજમાં પોસ્ટ કરેલું –
પંખીડાને આ પીંજરું – ધરતીનાં અમી – અવિનાશ વ્યાસ

આજે સાંભળીયે મુકેશનાં અવાજમાં… ( અમુક કડીઓ ગુપચાયી છે મુકેશજીએ, 🙂 )

શબ્દો – અવિનાશ વ્યાસ
સ્વર – મુકેશ

પંખીડાને આ પીંજરું ઝુંનું ઝુંનું – ઝુંનું ઝુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો,
અણધાર્યો કર્યો મનોરથ દૂરનાં પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગે,

માન બાન ઓ પંખીડા, આ નથી પ્રીતની રીત,
આમ જો કરવું હતું તો? શાને કીધી પ્રીત…

એવું શું ઓછું આવ્યું, સથવારો ત્યાગે…

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો, મોંઘો અણમોલો…

પાગલ ના બનીએ ભેરુ, કોઇના રંગ રાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીવાણી આચરે, આખર જવું એક દાડે,
આ નથી નીજનું ખોળિયું, આ તો મકાન રાખવું ભાડે

પોઢવાને કાજે પાગલ, સારી રાત જાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું ઝુંનું ઝુંનું – ઝુંનું ઝુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું – ધરતીનાં અમી – અવિનાશ વ્યાસ

April 16, 2011 Leave a comment

શબ્દો – અવિનાશ વ્યાસ
સ્વર – આશા ભોસલે, ?
ચિત્રપટ – ધરતીનાં અમી

સાચી પ્રીત શેવાળની, જળ સુકે સુકાય,
માહ્યલો હંસો સ્વાર્થી, જળ સુકે ઉડી જાય…

પંખીડાને આ પીંજરું જુંનું જુંનું – જુંનું જુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો,
અણધાર્યો કર્યો મનોરથ દૂરનાં પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

માન બાન ઓ પંખીડા, આ નથી પ્રીતની રીત,
આમ જો કરવું હતું તો? શાને કીધી પ્રીત…

એવું શું ઓછું આવ્યું, સથવારો ત્યાગે…
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

સોને મઢેલ બાજઠિયોને, રૂપે મઢેલ ઝૂલો,
હીરે મઢેલ વીંઝણો મોતીનો, મોંઘો અણમોલો…