Archive

Archive for the ‘અહમદ મકરાણી’ Category

કયાં ભરોસો હોય છે – અહમદ મકરાણી

November 16, 2011 Leave a comment

ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે?
જીંદગીનો ક્યાં ભરોસો હોય છે?

ફળ અહીં એનું મળે ના યે મળે,
બંદગીનો કયાં ભરોસો હોય છે?

આવશે તો ગેબી રસ્તે આવશે,
શાયરીનો કયાં ભરોસો હોય છે?

અબઘડી વરસ્યા કરે છે, નાહી લો,
વાદળીનો કયાં ભરોસો હોય છે?

તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા?
આંખડીનો કયાં ભરોસો હોય છે?

– અહમદ મકરાણી

ની યાદ છે – અહમદ મકરાણી

June 9, 2011 Leave a comment

કોઈને જોયા હશે – ની યાદ છે,
મેળવી ખોયા હશે – ની યાદ છે.

છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે – ની યાદ છે.

ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે – ની યાદ છે.

આયનામાં ડાઘ કાજળનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે – ની યાદ છે.

– અહમદ મકરાણી