Archive

Archive for the ‘અશોક ચાવડા બેદિલ’ Category

મરણ જતું ન રહે – અશોક ચાવડા ‘બેદિલ’

May 17, 2011 Leave a comment

મરણ જતું ન રહે, એનું ધ્યાન રાખું છું,
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું…

દહન કર્યા કરું છું, રોજ લાગણીઓને,
હું મારી અંદર આખું સ્મશાન રાખું છું…

ભલે છું કોડિયું નાનું, છતાં સમય આવે,
સૂરજની સાથ બરાબરનું સ્થાન રાખું છું…

મને ખબર છે, મને તું કશું ન દેવાનો,
કશું ન માંગીને, હું તારી શાન રાખું છું…

છું મૌન ‘બેદિલ’ કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખું છું…

– અશોક ચાવડા ‘બેદિલ’