Archive

Archive for the ‘અરૂણ દેશાણી’ Category

હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી

November 19, 2011 Leave a comment

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો…

થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો…

એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો…

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો…

– અરૂણ દેશાણી