Archive

Archive for the ‘અઝીઝ ટંકારવી’ Category

રસ્તામાં સહજ એ મળે પણ ખરી – અઝીઝ ટંકારવી

May 19, 2014 Leave a comment

રસ્તામાં સહજ એ મળે પણ ખરી,
પછી એ નજર લ્યો ઢળે પણ ખરી…

ગમે તે વળાંકે વળે પણ ખરી,
નદી તો નદી ખળભળે પણ ખરી…

તમે ખાસ દિલથી કરો યત્ન પણ,
મહેનત તમારી ફળે પણ ખરી…

અમસ્તા તમે જીવ બાળો ભલા,
અહમ્ પોટલી પીગળે પણ ખરી…

વને જાવ કે કોઇ રણમાં અઝીઝ,
ઇરછા છે ઇરછા સળવળે પણ ખરી…

– અઝીઝ ટંકારવી

અમદાવાદ – અઝીઝ ટંકારવી

February 8, 2013 Leave a comment

શ્વાન સસલાની કથાનું આ નગર,
ચાર અહમદની તથાનું આ નગર…

સંત એક વસ્યો હતો સાબર તટે,
દેશના એ નાખુદાનું આ નગર…

ઝૂલતા મિનારની ફરતે અહીં,
બંધ મિલોની વ્યથાનું આ નગર…

શહેર વચ્ચે શોભતી એ આજ તક,
સઈદ સીદીની કળાનું આ નગર…

ચોક એ માણેકના નામે હજી,
કોટનું ને કાંગરાનું આ નગર…

વાવ દદ્દાની અતીત સાક્ષી સમી,
ભદ્રના સંભારણાંનું આ નગર…

છે દફન સંતો-ફકીરો ઔલિયા,
પ્રાર્થનાઓ ને દુઆનું આ નગર…

ચાલ કાંકરિયા ફરીને આવશું,
સાંજ ત્યાં ભેગા થવાનું આ નગર…

પ્રેમથી તું પણ રહે હું પણ રહું,
તો બને કેવું મજાનું આ નગર…

છે અડીખમ કાળના ખપ્પર મહીં,
રે અઝીઝ રૂડું બધાનું આ નગર…

– અઝીઝ ટંકારવી

તમારું જ નામ – અઝીઝ ટંકારવી

November 27, 2012 Leave a comment

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તિર્થધામ…

તમે આંગળી મારી પકડી અને,
પલકભરમાં રસ્તો થયો આ તમામ…

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું,
અહમ્ નો અમારો આ કેવો દમામ…

લથડવાનું પહેલેથી નક્કી હતું,
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ…

ભલે લોક એને કહે છે ગઝલ,
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ…

– અઝીઝ ટંકારવી