Home > કવિતા, કૈલાસ પંડિત, ગઝલ > દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત

દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત

October 18, 2014

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો…

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો…

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો…

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

Advertisements
%d bloggers like this: