Home > કવિતા, ગઝલ, રમણભાઈ પટેલ > વાદળી વરસીને ચાલી ગઈ – રમણભાઈ પટેલ

વાદળી વરસીને ચાલી ગઈ – રમણભાઈ પટેલ

October 2, 2014

વાદળી વરસીને ચાલી ગઈ,
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ…

કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી,
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ…

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી,
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી,
એ તો પળમાં અણજાણ બની ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ…

Advertisements
%d bloggers like this: