Home > આદિલ મન્સૂરી, કવિતા, ગઝલ > કેમ પડતું નથી બદન હેઠું – આદિલ મન્સૂરી

કેમ પડતું નથી બદન હેઠું – આદિલ મન્સૂરી

May 5, 2014

કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું…

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું…

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું…

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું…

– આદિલ મન્સૂરી

Advertisements
%d bloggers like this: