Archive

Archive for October, 2013

એક સાબરકાંઠાનો શાહુકાર

October 31, 2013 Leave a comment

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું,
કે વેણુ વરીયાળી…
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી,
કે વેણુ વરીયાળી…

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત,
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત,
કે વેણુ વરીયાળી…

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર,
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર,

કે વેણુ વરીયાળી…

Categories: કવિતા, ગઝલ

સામે – આદિલ મન્સૂરી

October 29, 2013 Leave a comment

આગ પાણી અને હવા સામે,
માનવી એકલો બધા સામે…

સૂર્ય ઝાંખો પડી ગયો પાછો,
કોણ ઊભું છે આયના સામે?

કોઇ પૂછે આ કોણ લોકો છે,
કોડિયાં લૈ ઊભા હવા સામે…

મૌન પાસેય ક્યાં જવાબ કોઇ?
શબ્દ પ્રશ્નો બની ઊભા સામે…

મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો,
ઊભા રહેવાનું છે ખુદા સામે…

બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે…

બે ઘડી વાતો કરી – કૃષ્ણ દવે

October 27, 2013 Leave a comment

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં…

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં…

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા…

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા…

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા…