Home > અમૃત ઘાયલ, કવિતા, ગઝલ, ગીત > શબ્દની આરપાર જીવ્યો છું – ‘અમૃત’ ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું – ‘અમૃત’ ઘાયલ

March 31, 2013

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું…

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું…

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ધૂંટે ધૂંટે ચિક્કાર જીવ્યો છું…

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું…

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મારંમાર જીવ્યો છું…

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું…

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂર બહાર જીવ્યો છું…

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું…

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું…

– ‘અમૃત’ ઘાયલ

Advertisements
%d bloggers like this: