Home > આદિલ મન્સૂરી, કવિતા, ગઝલ, ગીત > શૂન્યતામાં પાનખર – ‘આદિલ’ મન્સૂરી

શૂન્યતામાં પાનખર – ‘આદિલ’ મન્સૂરી

December 25, 2012

શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી…

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી…

સૂર્ય સંકોચાયોને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી…

આ બધા લાચાર અહીં જોતાં રહ્યા,
હાથમાંથી જીંદગી સરતી રહી…

– ‘આદિલ’ મન્સૂરી

Advertisements
%d bloggers like this: